ખોરાક જ દવા છે……
શું ખાવું – શું ના ખાવું
શાકભાજી
ખાશો : વેલા પર ઉગતા બધા લીલા શાકભાજી – દુધી / તુરીયા / કારેલા / ગલકા / પરવળ / તીન્ડોરા / સાકરકોળું / ચીભડા + લીલી હળદર / કાકડી / ગાજર / મૂળા / બીટ / લસણ / ડુંગળી /પાલખ / તાંદળજો / મેથીની ભાજી
ના ખાશો : બાજુમાં લખેલા ના હોય તેવા બધા શાકભાજી / નોન વેજીટેરીયન ખોરાક ( ઈંડા / માંસ / માછલી / ચીકન ) / ટામેટા / લીંબુ
મસાલા
ખાશો : હળદર/તજ/મરી/આદુ/સૂંઠ/ધાણા/જીરું/અજમો/મેથી/ડુંગળી/લસણ/લીલા ધાણા/મીઠો લીમડો/તુલસી/ફુદીના
ના ખાશો : લાલ મરચું / લીલું મરચું ક્યારેક થોડું લઇ શકાય
કઠોળ
ખાશો : મગ / મગદાળ / મેથી / કળથી / અઠવાડિયામાં એક દિવસ તુવેરદાળ
ના ખાશો : બાજુમાં લખેલા ના હોય તેવા બધા કઠોળ
અનાજ
ખાશો : જવ / બાજરો / મકાઈ / જુવાર / સામો (મોરિયો) /શિંગોડા / હાથછડના લાલ ચોખા (બધું અનાજ જુનું વાપરવુ)
ના ખાશો : ઘઉં / મેંદો / ચણાનો લોટ / પોલીશ્ડ ચોખા
તેલ – ઘી
ખાશો : તલ તેલ / નાળીયેર તેલ અથવા ગાય નું ઘી રસોઈમાં વાપરવું (ઓછા પ્રમાણ માં )
તેલ કાચી ઘાણીનું માથે ઉભા રહી ને પીલાવી લેવું, ગીર ગાયના દૂધની મલાઈ અલગ કરી દર્દી પુરતું ઘી ઘરે જ બનાવવું
ના ખાશો : ફિલ્ટર તેલ વાપરવું નહી – ગીર ગાયનું ઘી કોઈ પણ ગૌશાળાને પોતાને Rs. 1500 થી 2000 માં પડે છે.
ખટાશ
ખાશો : આમળા
ના ખાશો : ટામેટા / લીંબુ /આથા વાળી કોઈ પણ વસ્તુ
મીઠાશ
ખાશો : ફક્ત ખડી સાકર – દેશી કેમિકલ વગરનો ગોળ અને દેશી મધ જરૂર મુજબ … જાયફળ/અજમો/સૂંઠ/તજ/ઇલાયચી નાખીને જવ/બાજરીની રાબ/ શીરો અપાય
ના ખાશો : ખાંડ અને ખાંડ અથવા સેકરીનમાં બનાવેલી કોઈ પણ મીઠાઈ
તીખાશ
ખાશો : કાળા મરી/તજ ઓછા પ્રમાણમાં
ના ખાશો : લાલ લીલા મરચા
ખારાશ
ખાશો : સિંધવ મીઠું / સંચળ
ના ખાશો : સાદું કે આયોડીન વાળું મીઠું
ફળ
ખાશો : દાડમ / પપૈયા / જામફળ
ના ખાશો : બાજુમાં લખેલા ના હોય તેવા બધા ફ્રુટ
ડ્રાય ફ્રુટ
ખાશો : અખરોટ / બદામ / ખારેક / ખજુર / અંજીર (કફપ્રકૃતિની વ્યક્તિએ ઠંડા પડે તેવા ડ્રાય ફ્રુટ ના લેવા)
ફરસાણ / બેકરીની વસ્તુ
ખાશો : ઘઉંના મેથી-જીરું અથવા સાદા ખાખરા / ઘી નું મોણ નાખેલી જવની ભાખરી
ના ખાશો : આથાવાળું (ખમણ,ઢોકળા,ઇદડા,ઈડલી,ઢોસા વગેરે) / તળેલું / મેંદો / બટેટા / ચણાના લોટની વસ્તુ /બિસ્કીટ / ખારી / ટોસ્ટ / પાઉં / બ્રેડ
ઠંડક
ખાશો : ગાયના દૂધની ઘરે બનાવેલી છાસ પાણી નીતારીને બપોરે ભોજનમાં લઇ શકાય
ના ખાશો : ફ્રીજમાં રાખેલી બધી વસ્તુ – આઈસ્ક્રીમ / ઠંડાપીણા / ઠંડુ પાણી / બરફ
આપણે હોસ્પિટલમાં હજારો ખર્ચીએ છીએ કારણકે આપણી ખાણી પીણીની આદતો બદલી શકતા નથી
ફક્ત એક મહિનો કોઈ પણ વ્યક્તિ ઉપર દર્શાવેલી આદતો અપનાવે તો
• કબજિયાત અને ગેસ મટી જશે
• શરીર માં સ્ફૂર્તિ જણાશે.
• શરીર માં કળતર નહી થાય, થાક નહી લાગે
• સાંધાના દુખાવામાં રાહત થઇ જશે.
• માથાનો દુખાવો મટી જશે
• તણાવ ઓછો થઇ જશે
• કચકચીયા સ્વભાવમાં તમને સુધારો દેખાશે
• બહેનોને માસિક રેગ્યુલર થઇ જશે
• બહેનોને માસિક વખતનો દુખાવો મટી જશે – સફેદ પાણી પડતુ બંધ થઇ જશે.
અચ્છા આ બધું કરવામાં રસોડાનું બજેટ કેટલું વધશે?
બિલકુલ નહી, તમે બજારમાંથી મળતો કચરો જેવા કે પેકેઝડ ફૂડ, પનીર, ચીજ, ફરસાણ વગેરે ખાવાનું બંધ કરો છો જેનો ખર્ચ બચશે તેની સામે હાયજેનીક – ઓર્ગેનિક અને શુદ્ધ ખોરાક લેવાનું શરુ કરો છો તેનો થોડો ખર્ચ વધશે પણ સરવાળે તો તમે ફાયદામાં જ રહેવાના કારણકે હોસ્પિટલના ખર્ચા ને તમે ટાળો છો અને નાની મોટી શારીરિક સમસ્યાઓ ને બાય બાય કરો છો.
હઠીલી બીમારી હોય તો ખોરાકમાં બદલાવ સાથે આયુર્વેદ અપનાવો… આપણા રસોડામાં અને આજુ બાજુ અમૃત સમાન ઔષધિઓ છે જે ગંભિરમાં ગંભિર બિમારીને શરિરમાંથી હટાવવાની તાકાત ધરાવે છે.
વિચારજો …
યોગ્ય લાગે તો અપનાવજો…
કોઈ કન્ફયુઝન હોય તો વોટ્સએપ કરશો …
ડો. અનિલકેસર ગોહિલ (રિસર્ચર નેચરોપેથ)
માં કામલ કેન્સર હોસ્પિટલ
મો. 6356161610, 6356161611